મેલેરિયા એક ગંભીર ચેપ છે, જે એક પરોપજીવી (પેરેસાઇટ)થી થાય છે અને ચેપવાળી માદા એનોફિલીસ (Anopheles) મચ્છરોના કરડવાથી ફેલાય છે. ભાગ્યે જ, તે લોહી ચડાવવાથી (બ્લડ ટ્રાન્સફ્યુઝન), એક જ સોય વાપરવાથી, કે માતાથી ગર્ભમાંના બાળકમાં ફેલાય છે. સામાન્ય રીતે તે બીજી વ્યક્તિથી સીધો લાગતો નથી.
2024માં 80 દેશોમાં મેલેરિયાના અંદાજે 282 મિલિયન કેસ અને 610,000 મૃત્યુ થયાં, જેમાંથી આશરે 95% WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા)ના આફ્રિકા વિસ્તારમાં હતાં.
મેલેરિયાના ઘણા પ્રકાર છે. પ્લાઝમોડિયમ ફાલ્સિપેરમ (Plasmodium falciparum) સૌથી ખતરનાક છે અને ઝડપથી ગંભીર બની શકે છે. પ્લાઝમોડિયમ વાઇવેક્સ (vivax) અને ઓવેલ (ovale) લિવરમાં છુપાઈ રહી શકે છે અને મહિનાઓ કે વર્ષો પછી પણ બીમારી પાછી લાવી શકે છે.

